<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સાવરકુંડલામાં બપોરથી સાંજ સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો

શહેરના ઉપરવાસ માં આવેલા પાંચેય ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા : સાવરકુંડલા ની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા :સાવરકુંડલા ખાતે ગઈકાલ રાત્રે શરૂ થયેલો વરસાદ આજે દિવસભર ચાલુ રહ્યો છે તેમાં બપોરના બાર વાગ્યા થી સાંજ ના 6 વાગ્યા સુધી તો જોરદાર વરસાદ વરસી ગયો હતો ઉપરવાસ પણ જોરદાર વરસાદ વરસતા શહેરના ઉપરવાસ માં આવેલા પાંચેય ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા હતા જેથી સાવરકુંડલા ની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે સાંજ ના 6 વાગ્યા સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝન ના પહેલા વરસાદ મા એક સાથે સાડા આઠ ઇંચ વરસાદ સાથે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે જે નિહાળવા ચાલુ વરસાદ મા શહેરીજનો ઉમટી પડ્યા હતા .

(7:56 PM IST)