તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
મોરબીના ભીમરાવનગરના રહીશો 30 જૂને પાણી પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર બેસશે.
સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય આ અંગે રહીશો તંત્ર સામે લડી લેવાના મૂડમાં

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રોહીદાસપરા પાછળ આવેલ ભીમરાવનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય આ અંગે રહીશો તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે અને 30 જૂનના રોજ પાણી પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની જાણ કરવામાં આવી છે.
રજૂઆતમાં ભીમરાવ નગરના રહીશોએ જણાવ્યું છે કે, સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. લોકો પાણી માટે ભટકી રહ્યા છે. આ અંગે 8 મે 2025ના રોજના પત્રથી પ્રતિક ઉપવાસ કરવા જણાવ્યું હતું. આપની વિનંતીને ધ્યાને લઈને 15 મેના રોજ ઉપવાસ આંદોલન મોકૂફ રાખ્યું હતું. પરંતુ આજદિન સુધી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો નથી. જેથી સોસાયટીના રહીશો આગામી તારીખ 30 જૂનના રોજ સવારે 10 કલાકે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસશે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
