તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ: લાઠી. ધારી.બગસરા . સાવરકુંડલા અને લીલીયામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :અનેક નદીઓમાં ઘોડાપુર
અમરેલીની ધિયાળ નદીમાં ઘોડાપુર : નદીના પાણી કેટલાક ઘરોમાં ઘુસ્યા :લીલીયાના ભોરીગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.. અમરેલી શહેર અને જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.. સાથે જ ખેતીલાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. પરંતું ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમરેલી જિલ્લાના લાઠી, ધારી, બગસરા અને સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે. અમરેલીની ઘિયાલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીના ધસમસત પાણીનો પ્રવાહ કેટલાક ઘરોમાં ઘૂસ્યો હતો. લિલીયાના ભોરીગડા ગામે એસટી બસ પાણીમા ફસાઈ હતી. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
