<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પોરબંદરમાં સેવા અને માનવતા માટે સમર્પિત કામગીરી કરનાર પ્રવીણભાઇ ખોરાવાનું સન્‍માન

મહાનગરપાલિકા દ્વારા સન્‍માનિત પ્રવીણભાઇ પાયોનિયર કલબ સાગર પુત્ર સમન્‍વય સંસ્‍થાના પ્રમુખ છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: પાયોનિયર ક્‍લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્‍વય પ્રમુખશ્રી તેમજ સામાજિક અગ્રણી અને દાનવીર પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમના માતળશ્રી સ્‍વ. નાથીબેન રતનશીભાઈ ખોરાવાના પવિત્ર સ્‍મરણાર્થે શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યો માનવતા અને કરુણાની ભાવનાને વેગ આપતા અને સમાજને ઉત્‍કળષ્ટ સેવા માટે પ્રેરણા આપતા બની રહ્યા છે.

આ સેવાભાવી યજ્ઞના નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા પ્રવીણભાઈ ખોરાવા ને સમાજપ્રતિ સેવા માટે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સન્‍માન સમારંભમાં ભારત સરકારના કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા,રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ,ભાજપ જીલ્લા પ્રમુખ તેમજ પોરબંદર નગરપાલિકાના પુર્વ પ્રમુખશ્રી ડો.ચેતનાબેન તિવારીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. પ્રવીણભાઈ ખોરાવા પોતાની વ્‍યસ્‍તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શકયા નહોતા, ત્‍યારે તેમના વતી પાયોનિયર ક્‍લબના સભ્‍ય જયેન્‍દ્રભાઈ ખુંટી એ આ સન્‍માન સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાના હસ્‍તે સ્‍વીકાર્યું હતું. દાતા પ્રવીણભાઈ ખોરાવા વતી શ્રી જયેન્‍દ્રભાઈ ખુંટી એ સંસ્‍થાના માધ્‍યમથી સૌ સહકારીઓ, પોરબંદર મહાનગરપાલિકા અને શ્રદ્ધેય મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(2:12 PM IST)