તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Monday, 16th June 2025
પેટા ચૂંટણીના માહોલ વચ્ચે વિસાવદરના પિયાવા ગામે કોળી સમાજની મિટિંગમાં પથ્થરમારો
વેલનાથ બાપાના મંદિર પાછળથી પથ્થરમારો થતા મામી, ભાણેજને ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે વિસાવદર પાસેના પિયાવા ગીર ગામે કોળી સમાજની મિટિંગમાં અજાણ્યા શખ્સે પથ્થરમારો કરતા મામી, ભાણેજને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શનિવારની સાંજે વિસાવદર તાલુકાના પિયાવા ગામે વેલનાથ બાપાના મંદિરે કોળી સમાજની મીટીંગ મળી હતી. મીટીંગ ચાલુ હતી. ત્યારે રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં વેલનાથ બાપાના મંદિરની પાછળથી છુટા પથ્થરના ઘા આવતા પિયાવા ગામના ૪૬ વર્ષીય નાથીબેન રમેશભાઈ ધરમટીયા, તેની ભાણી ગીતાબેન માધાભાઈ રાઠોડને ઇજા થતાં બંનેને વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
