<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વાંકાનેરના રાતીદેવળી ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડાયું : મોરબી SOGનો દરોડો

ગાંજાનું વાવેતર કરનાર બચુ સાકરીયાની ૧.૧૬ લાખના મુદામાલ સાથે ધરપકડ

તસ્‍વીરમાં ગાંજાના વાવેતર સાથે પકડાયેલ શખ્‍સ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૪: વાંકાનેરના રાતીદેવડી ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરી સુકવી વેચાણ કરવાની તૈયારી કરનાર ઈસમને મોરબી એસઓજીએ ગાંજાના જથ્‍થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રતીદેવડી ગામની સીમમાં આસોઈ નદીના કાંઠે આરોપી બચું રાણાભાઇ સાકરીયા રહે રાતીદેવડી વાળો પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્‍યાં આરોપીના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી છોડને વાઢી કાપી વેચાણ કરવાની તૈયારી કરતો ઝડપાયો હતો પોલીસે સ્‍થળ પરથી મૂળ સહિતના અર્ધ સુકવેલા ગાંજાના છોડ નંગ ૧૯૦ વજન ૫ કિલો ૬૦૫ ગ્રામ કીમત રૂ ૫૬,૦૫૦ અને વનસ્‍પતિ જન્‍ય માદક પદાર્થના ગાંજાના ડાંખળા-પાંદડા જેનું વજન ૬ કિલો ૫૫ ગ્રામ કીમત રૂ ૬૦,૫૫૦ સહીત કુલ રૂ ૧,૧૬,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી બચુભાઈ રાણાભાઇ સાકરિયાને ઝડપી લીધો છે અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:52 AM IST)