તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
મોરબી :ટંકારા નજીક રિસોર્ટમાં જુગારની રેડ બાદ થયેલ તોડના ગુનામાં પકડાયેલ પી.આઇ. ગોહિલ પાસેથી કરાઈ 10 લાખની રિકવરી: ડીવાયએસપી વી. વી. રબારી
આરોપી પીઆઇને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને મોરબીની જેલ હવાલે કરવાનો હુકમ કરેલ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની કરવામાં આવેલ રેડ બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં તત્કાલીન પીઆઇની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપી પીઆઇને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. અને તોડકાંડમાં પકડાયેલા પીઆઇ પાસેથી તપાસની અધિકારી દ્વારા રિમાન્ડ દરમિયાન 10 લાખની રિકવરી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલી રહી છે
ટંકારા તાલુકાના લજાઈ અને વીરપરની વચ્ચે આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર સહિત કુલ નવ આરોપીને પકડ્યા હતા અને રોકડ, બે કાર સહિત કુલ મળીને 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જો કે, ફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાના, આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના વિગેરે તોડ કરવામાં આવેલ હતો જેથી આ અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.
ત્યાર બાદ તોડકાંડની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને એસએમસીના અધિકારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે ગુનામાં પહેલા આરોપી હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને થોડા દિવસો પહેલાઆરોપી આઇવાય.કે.ગોહિલને પકડીને એસએમસીના અધિકારીએ તપાસનીસ અધિકારીને સોંપી દીધેલ હતા
ત્યાર બાદ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને બાદમાં ફરધર રિમાન્ડ મેળવ્યા હતા જે સોમવારે સાંજે પૂરા થતાં આજે મોરબીની કોર્ટમાં ફરી આરોપી પીઆઇને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને મોરબીની જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જોકે આ બાબતે તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન આરોપી પીઆઇ પાસેથી દસ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે તેમજ જરૂરી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
