<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ગુજરાતમાં ૧૫ જુન થી ચોમાસુ પ્રવેશ કરશે?

દેવેન્‍દ્ર ત્રિપાઠી તેના વેધર એનાલીસીસ માં ગુજરાતના દક્ષિણ હિસ્‍સાથી ચોમાસુ એન્‍ટર થશે તેવો આશાવાદ વ્‍યકત કરે છે.

 (મહમદ  રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૯:  ગુજરાતમાં ચોમાસુ કયારે આવશે? આ પ્રશ્‍ન, હાલની ધુંવાંધાર ગરમીને કારણે લોકો માં' ટકો ઓફ ધી સ્‍ટેટ' બની રહ્યો છે.કેરળમાં ચોમાસુ તેના નિર્ધારિત સમયથી એક અઠવાડીયુ વહેલુ પહોંચ્‍યા બાદ ઝડપભેર મહારાષ્‍ટ્ર સુધી આગળ વધીને ગુજરાતના કાંઠે આવીને બારેક દિવસથી અટકી ગયું છે. ચોમાસાની પૂર્વ રેખા બિહારના કાંઠે આવીને અટકી ગઇ છે.

અગાઉ સ્‍કાયમેટ સાથે જોડાયેલા રહેલા અને હાલ પોતાની મોૈસમ તક વેધર ચેનલ નિયમિત ચલાવી રહેલા દેવેન્‍દ્ર ત્રિપાઠી પોતાના વેધર એનાલીસીસમાં એવો આશાવાદ વ્‍યકત કરે છે કે નિયમિત ચોમાસાની પ્રવેશ રેખા ગુજરાતના દક્ષિણ હિસ્‍સાને જે ૧૫ જુન થી પાર કરે છે. જે મુજબ હાલની જે અરબસાગર અને બંગાળની ખાડીની વેધર સ્‍થિતિ એ જ રહે તો ૧૫ જુને ગુજરાતના દક્ષિણ હિસ્‍સામાં ચોમાસુ પ્રવેશી શકે છે. એ પહેલા ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદી માહોલ શરૂ પણ થઇ શકે છે. જો કે મધ્‍ય ગુજરાત અને સોૈરાષ્‍ટ્રમાં ચોમાસુ કયારે આવશે? તે અંગે તેઓ મોૈન જાળવે છે.

ભારતીય હવામાન વિભાગ-આઇએમડીના વર્તારામાં ગરમીનું પ્રમાણ હજુ વધે અને હાલ જયા ચોમાસુ એન્‍ટર થઇ ચુકયુ છે. તે ઉપરાંત બિહાર અને અન્‍ય દેશના વધુ રાજયોમાં ૧૨ જુન થી વરસાદી એલર્ટ સાથેની સ્‍થિતિ તેના વર્તારામાં જણાવે છે. આઇએમડી દ્વારા સતાવાર જાહેર કરાુ છે. કે બંગાળની ખાડીમાં સાયકલોનિક સકર્યુલેશન સિસ્‍ટમ જોવા મળી રહી છે. (જે આવનાર દિવસોમાં લો પ્રેશર બની વધુ મજબૂત બનશે)સ્‍કાયમેટના મહેશ પલાવત ચોમાસુ સ્‍થિર થવા માટે પાકના સિંધપ્રાંત થાર રણના ગરમ પશ્‍ચિમી પવનો ને કારણરૂપ બતાવે છે. સ્‍કાયમેટના વપી પણ ૧૨ તારીખ આસપાસ ચોમાસુ બિહાર તરફ અને બાદમાં ગુજરાહત તરફ આગળ ધપશે. તેમ જણાવે છે.

(12:01 PM IST)