<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

વાંકાનેરનાં જેતપરડામાં સોલાર પ્‍લાન્‍ટની વિજલાઇન પસાર કરવા સામે ખેડૂતોનો રોષ

મામલતદાર અને પ્રાંત અધિકારીને ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્‍યુ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્‍લાન્‍ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્‍ટ્રાક્‍ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરડા ગામના પાટળાના માર્ગ તેમજ મિનડોળીયુ સીમમાં ૫૦થી વધુ ખેડૂતો ખેતરના શેઢે કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનમાની પુર્વક વિજપોલ ઉભા કરવાની કામગીરી સામે  સ્‍થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્‍કાલિક આ અયોગ્‍ય કામગીરી અટકાવી વિજ લાઇન માટે ખેડૂતોને નુક્‍સાન ન થાય તે રીતે વૈકલ્‍પિક રસ્‍તો આપવામાં માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી જલદ આંદોલનની ચિમકી ઉચ્‍ચારી છે

(11:02 AM IST)