<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મોરબી સબ જેલ વાયરલ વિડીયો : ઇન્ચાર્જ જેલરે વાયરલ વિડીયો મામલે શું કહ્યું ?

મોબાઈલમાં વાત કરતો આરોપી મોરબી સબજેલમાં છે વર્ષ ૨૦૨૨ ના હત્યા કેસમાં કાચા કામનો કેદી ઇમરાન ફારૂક સબીબી તરીકે ઓળખાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની સબ જેલ સમયાન્તરે વિવાદોમાં જોવા મળે છે સબ જેલમાંથી મોબાઈલ, સિગરેટ, માવા સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી રહે છે તો તાજેતરમાં એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સબ જેલનો કેદી મોબાઈલ ફોનમાં વાતચીત કરતો જોવા મળી રહ્યો છે જે વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે

આજે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મોરબી સબ જેલમાં બંધ કેદી મોબાઈલ ફોનમાં વાતચીત કરતો જોવા મળી રહ્યો છે અગાઉ પણ સબ જેલમાં મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે અને અધિકારીઓની બદલી સુધીની કાર્યવાહી કરવામાં આવી છે તો તાજેતરમાં સબ જેલનો વાયરલ થયેલ વિડીયો અંગે મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર હરેશ બાબરિયાએ જણાવ્યું હતું કે જેલ અધિક્ષક ૨ દિવસની રજા પર છે અને જે વિડીયો સામે આવ્યો છે તેમાં દેખાતો ઇસમ હાલ મોરબી સબજેલમાં છે વર્ષ ૨૦૨૨ ના હત્યા કેસમાં કાચા કામનો કેદી ઇમરાન ફારૂક સબીબી તરીકે ઓળખાયો છે જે વિડીયો મામલે તપાસ ચલાવી રહ્યા છીએ અને નિવેદન લેવામાં આવી રહ્યા છે.
જરૂર પડ્યે પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને દોષિત કોઈપણ સ્ટાફ કર્મચારી હોય કે અન્ય તેને છોડવામાં નહિ આવે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે જોકે વિડીયો ક્યારનો છે તે સામે આવ્યું નથી તેમ ઇન્ચાર્જ જેલરે જણાવ્યું હતું.


 

(12:09 AM IST)