<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીનું ૧૦૦ ટકા સાથે ઝળહળતું પરિણામ.

તાલિમાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4ના પરિણામમાં નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીમાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સંસ્થાના 100% પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નવયુગ બી.એડ્. કોલેજ સતત ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ માટે પ્રખ્યાત છે.


 

(12:08 AM IST)