તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th June 2025
મોરબીની અવની ચોકડી અને ગાંધીચોકમાંથી બે વાહન ચોરાયા.
વાહન ચોરીના બે બનાવ અંગે અલગ અલગ ફરિયાદ નોંધાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેરના ગાંધીચોક અને અવની ચોકડી નજીકથી એક બાઈક તેમજ એક મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરીના બે બનાવ અંગે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. જો કે બેથી અઢી મહિના જુના વાહન ચોરીના બનાવના ફરિયાદ નોંધાતા વાહનચોર પોલીસના હાથવેંતમાં હોવાનું મનાય રહ્યું છે.
પ્રથમ બનાવના મોરબીની અવની ચોકડી નજીક પૂજા પાન પાસેથી કિશનકુમાર દિલીપભાઈ ગામીનું રૂ.95 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ તા.14 માર્ચના રોજ ચોરી થયાની તેમજ બીજા બનાવમાં ગાંધી ચોકમાં શ્રી રામ રસ સેન્ટર પાસેથી ફરિયાદી સાગરભાઈ રસિકભાઈ સાપરિયાનું 25 હજારની કિંમતનું બાઈક તા.3જુનના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયાની ફરિયાદ નોંધવવામાં આવી છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
