તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
રાણાવાવમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો : પોરબંદર LCBએ ₹11,270 રોકડ સાથે એક આરોપીને દબોચ્યો!
પોરબંદર જિલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા ખાસ ડ્રાઇવ અંતર્ગત LCBનો સપાટો : રાણાવાવની મંગલમ હોસ્પિટલ નજીકથી વરલી મટકાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તથા વધુમાં વધુ આવા કેસો શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે રાણાવાવ ટાઉનમાંથી વરલી મટકાના આંકડાનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
બાતમી આધારે કાર્યવાહી:
LCB સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન, હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી. બાતમીના આધારે, રાણાવાવમાં મંગલમ હોસ્પિટલ નજીક વિવેકાનંદ સ્કૂલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઈ જુગાર રમી રહેલા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જુગારનું રેકેટ ઝડપાયું:
પોલીસે સ્થળ પર દરોડો પાડતા આરોપી વિનોદ મગનભાઈ નાગર, ઉ.વ. 40, રહે. રાણાવાવ, મોચીશેરી, તા. રાણાવાવ, જિ. પોરબંદરવાળાને પકડી પાડ્યો હતો. તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી એક ચીઠ્ઠી, એક બોલપેન, અને રોકડા ₹11,270નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
કબજે કરાયેલ મુદ્દામાલ:
* રોકડા ₹11,270
* વરલી મટકાના આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-1
* બોલપેન નંગ-1
પકડાયેલ આરોપી:
* વિનોદ મગનભાઈ નાગર, ઉ.વ. 40, રહે. રાણાવાવ, મોચીશેરી, તા. રાણાવાવ, જિ. પોરબંદર.
કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, HC ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, WHC નાથીબેન કુછડીયા, PC નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ, અને ડ્રા. HC ગોવિંદભાઈ માળીયા સહિતના LCB સ્ટાફના કર્મચારીઓ રોકાયેલા હતા. પોરબંદર LCBની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
