<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

અમરેલીના વાકિયાની સીમમાં યુવતીનું ગળું દબાવીને હત્‍યા

પર પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાએ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૭: અમરેલી તાલુકાના વાકિયા ગામની સીમમાં અલ્‍પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં ખેત મજૂરી અર્થે રહેતા અમન કુવા કંચના ગલી ફળિયાતા. ભાભરાજી. અલીરાજપુર, એમપીના મંગલીયા ભાઈ લચુભાઇ છગનભાઈ વસુનિયાની પુત્રી રેખાબેન(ઉ.વ ૨૦) કોઈ બીજા પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા વહેમ રાખી સંજય અને સિંગ મોહનિયા રે. હાલ વાકિયા નામના શકશે ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડ્રાઇવર સામે ડીઝલ ચોરીની ફરિયાદ

રાજુલાના મોટા આગરીયા ગામે ભાક્ષી બે માં રહેતા મુન્નાભાઈ જીલુભાઈ ભૂકણ તથા જગદીશ ઉર્ફે મયુર પરસોત્તમ મકવાણા રે.ગીગાસણ તથા મુકેશ જીવન ગુજરીયા રે. ચાંચ બંદર બીપીએલ વિસ્‍તાર તા.રાજુલા નામના શકશો હોટલે આવતા ટ્રક ડ્રાઇવરો સાથે મિલી ભગત કરી ટ્રકમાંથી ડીઝલ ચોરી લઈ સસ્‍તા ભાવે વેચી રેડ દરમિયાન રંગે હાથ ઝડપાઈ જાય મુદ્દામાલ સાથે ત્રણેની ધરપકડ કર્યાની ફરિયાદ રાજુલા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મોટી કુકાવાની સીમમાં દારૂ સાથે બે ઝડપાયા

વડીયા તાલુકાના મોટી કુકાવા ગામની સીમમાં ૬૬ નંગ વિદેશી દારૂની બોટલ ખરીદનાર તેમજ વેચનાર યોગીરાજ ભીખુ જેબલિયા, યુવરાજ બાબુ વાળા રે.સાણથલીતા. આટકોટ નામના શખ્‍સોને પોલીસે રેડ દરમિયાન ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

(1:24 PM IST)