તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
અંતઃકરણમાં જ્ઞાન-વૈરાગ્ય જાગશે તો ભગવાન મળશેઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા
હરિદ્વારમાં શ્રી યંત્ર મંદિર સભા મંડપમાં કથાના બીજા દિવસે સાધકો-શ્રાવકો ડો. મહાદેવપ્રસાદ મહેતાની અસ્ખલિત વાણી સાંભળી ભાવવિભોર બન્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. હરિદ્વારમાં શ્રીયંત્ર મંદિર પરિસરમાં સુખરામદાસબાપુનાં સાંનિધ્યમાં શરૂ થયેલી ભાગવત કથામાં આજે બીજા દિવસે વકતા ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જ્ઞાન વૈરાગ્ય વિશે વિસ્તૃત વાણી વહાવી સૌ શ્રાવકોને ભાવવિભોર બનાવી દીધા હતાં.
ગઇકાલે પોથીયાત્રા બાદ પ્રથમ દિવસની ભાગવત કથા પૂર્ણ થયા બાદ આજે સવારે ૯ વાગ્યે શરૂ થયેલી ભાગવત કથામાં ભગવાન પ્રાપ્તિ માટે ડો. મહાદેવપ્રસાદ મહેતા વિવિધ ઉદાહરણો આપી અસ્ખલિત ચાર કલાક સુધી જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા ભગવાન પ્રાપ્ત કરી શકાય છે. આ માટે અધિરત તેનું સ્મરણ - સાંભળવું અને મંત્ર-જાપનું મહત્વ સમજાવ્યું હતું. અંતઃકરણપૂર્વક જ્ઞાન-વૈરાગ્યને જગાડશો. ભગવાન મળશે. આ માટે સવા કરોડ જાપનો સંકલ્પ કરવાથી સાક્ષાત ભગવાન આવશે. જૂનાગઢનાં નરસિંહ મહેતાની ભગવાન પરથી અખુટ શ્રધ્ધાથી ભગવાનને બાવન વખત આવવું પડયું હતું.
વ્યાસપીઠ પર પ્રખર વકતા મહાદેવપ્રસાદ જયારે આંખો બંધ કરી ભાગવત ભગવાન વિશે શ્રાવકોને વાત કરે ત્યારે જાણે ખુદ વ્યાસજી આવી કથા સંભળાવતા હોય તેવો માહોલ સર્જાઇ જાય છે.
સુરેશભાઇ બજાણીયાએ કથાનાં અંતે પધારેલા મહેમાનોનું સુખરામદાસબાપુ તથા ડો. મહાદેવપ્રસાદનાં વરદ હસ્તે સન્માન કર્યુ ત્યારે નિર્મળ, નિર્મોહી અને નિખાલસ એવા સુખરામદાસબાપુની અનન્ય ઉર્જાઓ મેળવી સન્માન મેળવનારા પરિવાર ધન્ય બન્યા હતાં.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
