<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પોરબંદરમાં પર્યાવરણ જતનના શપથ લેવડાવતા અર્જુનભાઇ

 

પોરબંદરઃ  વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ની ઉજવણી અન્‍વયે ભારત સરકાર દ્વારા એન્‍ડિંગ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન ગ્‍લોબલી થીમ જાહેર કરવામાં આવેલ છે. તે અનુસંધાને પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત માટે જાગળતિ સર્જવા માટે તા. ૨૨ મે થી ૦૫ જૂન ૨૦૨૫ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પોરબંદર જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા રમત શિક્ષણ કેન્‍દ્ર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંયુકત ઉપક્રમે વિવિધ જનજાગળતિલક્ષી પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍યત્‍વે મેદસ્‍વિતા મુક્‍તિ અભિયાન, પ્‍લાસ્‍ટિક ફ્રી કેમ્‍પેઇન, વળક્ષારોપણ, ફિટનેશ વોકાથોન અને સફાઈ અભિયાનના કાર્યક્રમો ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયા હતા.  ધારાસભ્‍યશ્રી  અર્જુનભાઇ મોઢવાડીયા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ પોતાની વાતમાં પર્યાવરણના જતન માટે નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. સાથે જ પર્યાવરણ પ્રત્‍યે સંવેદનશીલ બનવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે લોકોને પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ ઘટાડવા અને હરિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તમામ ઉપસ્‍થિત લોકોને સ્‍વચ્‍છતા જાળવવા, વળક્ષોનું જતન કરવા, સ્‍વચ્‍છ પાણી તેમજ પ્રાકળતિકસ્ત્રોતોના રક્ષણ માટે નિヘયબદ્ધ થવા માટે શપથ લેવડાવ્‍યા હતા.  ઇન્‍ચાર્જ કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરીએ પ્રાસંગિક ઉદ્વોધનમાં જણાવ્‍યું હતું કે, ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્‍પબદ્ધ રીતે પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત તથા શ્નમેદસ્‍વિતા મુક્‍ત ભારતઙ્ખ જેવા મહત્‍વપૂર્ણ અભિયાનો દેશવ્‍યાપી સ્‍તરે અમલમાં મુકવામાં આવ્‍યા છે.   આ પ્રસંગ મહાનગર પાલિકાના કમિશનર એચ. જે પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા,  અધિક નિવાસી કલેક્‍ટર  જે.બી. વદર, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ,  મહાનગર પાલિકાના ડે. કમિશનર હર્ષ પટેલ, જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ફોરેસ્‍ટ ઓફિસર તેમજ પોરબંદરના પર્યાવરણ પ્રેમી સંસ્‍થાઓના પ્રતિનિધિઓ,લોકો, મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વોકાથોન સહિતના કાર્યક્રમનુ સંકલન મનીષભાઈ  અને પ્રવિણાબેન પાંડાવદરા તેમજ રમતગમત કચેરીના સ્‍ટાફે કર્યુ હતું. પર્યાવરણ દિન સફાઇ અભિયાન વૃક્ષારોપણની તસ્‍વીરો.

(1:13 PM IST)