News of Saturday, 7th June 2025
વિરપુર પાસે સીએનજી કારમાં આગ ભભૂકી

રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર પાસે અમરદીપ હોટેલ પાસે બોટાદના શંકરભાઈ બેલાણીયા પોતાની સીએનજી કાર નં. જીજે -૧૮ એએ ૭૮૭૦ નંબરની લઈન બોટાદ થી ધોરાજી કાર વેંચવા જ જતા હતા ત્યારે વીરપુર હાઇવે પર આવેલ હોટેલ અમરદીપ ખાતે જમવા જવા માટે જતાં હતાં ત્યારે હાઇવે પરથી હોટેલ અમરદીપના ગ્રાઉન્ડમાં પહોંચતા જ કારમાં અચાનક ઇન્જીનમાં ધુમાળો નીકળતા શંકરભાઈ બેલાણીયાએ કાર ત્યાંજ ઉભી રાખી સમય સુચકતાથી પોતે કારમાંથી ઉતરી ગયા હતા ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી,અને ઘડીભરમાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, આ ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસના જવાનો તેમજ જેતપુર ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. (તસ્વીર : અહેવાલ કિશન મોરબીયા વિરપુર)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
