<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે તારીખ 04/06/2025 થી 07/06/2025 ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ ) યોજાયો

શાળાના તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ સમજાવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે તારીખ 04/06/2025 થી 07/06/2025 ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ ) યોજાયો હતો જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ સમજાવી હતી.

વક્તાશ્રીઓમાં અમિતભાઇ દેસાઈ દ્વારા (આર્ટ ઓફ લિવિંગ)
વિષય :- યોગ અને શિક્ષક (યોગી શિક્ષક) ની માહિતી આપવાની આવી.
તેમજ વન્યાબેન પરમારે (વિદ્યાભારતી)
શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા
સાથે સાથે ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તક મિત્ર)
શિક્ષક - પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા
અંતિમ દિવસે ડો.સતિષભાઈ પટેલ (Child psychologist)
 "એકડે એક થી પેરેન્ટિંગ' - પુસ્તકનો અમલ કઈ રીતે ?
How can teachers help in parenting? વિશે અદ્ભુત વાત કરી
અને શાળા hr પ્રાથમિક વિભાગ ના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલ (સંસ્કૃતજ્ઞ)
 શિક્ષક માટે અનિવાર્ય - ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપી હતી 
શાળાના તમામ શિક્ષકોએ સંપૂર્ણ હાજરી આપી હતી અને ખૂબ જ રસ દાખવી એક એક માહિતી સમજી બાળકોમાં કેવી રીતે તેનું અમલીકરણ કરી શકાય તેનું વિશ્લેષણ કરી આ પ્રશિક્ષણને સફળ બનાવ્યો હતો..



 

(1:14 AM IST)