<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ૧૨૯ પશુને પકડી ગૌશાળામાં મુકવામાં આવ્યા.

વિભાગ દ્વારા ઘાસ વેચાણ કરતા ૧૧ વેપારી અને ૧૭ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહ દરમિયાન કુલ ૧૨૯ પશુ પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા અને પશુ પકડવાની કામગીરી સતત ચાલી રહી છે.

મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૨૮ મેંથી તા. ૦૩ જુન સુધીમાં રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર સહિતના વિસ્તારમાંથી ૧૨૯ રખડતા પશુ પકડીને આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા તેમજ વિભાગ દ્વારા ઘાસ વેચાણ કરતા ૧૧ વેપારી અને ૧૭ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા હતા


 

(12:31 AM IST)