તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ભાવનગરમાં યુવાનને જોખમી સ્ટેન્ટ કરવા મોંઘા પડ્યા : પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
ગોપાલ મેર નામના યુવાનના સીનસપાટાના વીડિયોના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી

ભાવનગર: શહેરના જાહેર રસ્તા પર એક યુવકે કારને બેફામ રીતે ચલાવી હતી. કાર લઈને જાહેર રસ્તા ઉપર સીનસપાટા કર્યા હતા. યુવાનના બેદરકારીભર્યા ડ્રાઇવિંગને લીધે લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. કાર લઈને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે બેફિકરાઈપૂર્વક વાહન ચલાવતા યુવાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગોપાલ મેર નામના યુવાને સોશિયલ મીડિયા ઉપર સીન સપાટા કરતી પોસ્ટ મૂકી હતી.
સોશિયલ મીડિયા પર યુવાનના સીનસપાટાનો વીડિયો વાયરલ થયો હતો. ગોપાલ મેર નામના યુવાનના સીનસપાટાના વીડિયોના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ યુવકની SOGએ અટકાયત કરી હતી. યુવાનને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને લીધે ઘણા મોત થયા છે. જેમાં અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ જેગુઆર કાર ચલાવીને 9 લોકોને કચડી માર્યા હતા, જે મામલે હજુ પણ તે જેલના સળિયા પાછળ છે.તો વડોદરામાં પણ આવો જ રફ્તારના રાક્ષસ રક્ષિત ચૌરસિયાએ પણ બેફામ ડ્રાઈવિંગ કર્યું હતું.જેમાં લોકોના મોત થયા હતા
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
