તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો: ખાંભા, ધારી, બગસરા, વડીયા સહિતના ગીર પંથકમાં વરસાદ ખાબક્યો
નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો: બગસરાના સુડાવડ, મોટા મુંજયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લા અને તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ખાંભા, ધારી, બગસરા, વડીયા, નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા, બગસરાના સુડાવડ, મોટા મુંજયાસર સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ખાંભા, ધારી, બગસરા, વડીયા સહિતના ગીર પંથકમાં વરસાદ ખાબક્યો છે. નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. બગસરાના સુડાવડ, મોટા મુંજયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું પાકને ભારે નુકાસન થવાની ભીતિ સેવાઇ રહી છે.
વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પવનમાં ભેજના કારણે છૂટાછવાયા વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છેકે, ગુજરાતના અનેક ભાગમાં આ સપ્તાહમાં ગરમી રહેશે. રાજ્યના અનેક ભાગમાં 39થી શરૂ કરી 41 ડિગ્રી સુધી ગરમી રહેવાની શક્યતા છે, જો કે 13થી 20 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગમાં સામાન્યથી ભારે અને અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં 22 જૂન આસપાસ વિધિવત ચોમાસું શરુ થઈ શકે છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
