તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
કોડીનારના કડવાસણમાં વિવાદીત પોસ્ટ વાઇરલ કરનારને ઝડપી લેતી ગીર સોમનાથ એલસીબી
ગૌવંશની કતલ અંગે ખોટી માહિતી આપી'તીઃ જુનાગઢ રેન્જ ડીઆઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યવાહી

રાજકોટ તા. ૬ :.. જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજાના આગામી બકરીઇદ ના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સોશ્યલ મીડીયામાં ફોટા/વિડીયો વાયરલ કરી લોક માનસ પર ભય અને ખોટી દહેશત ફેલાવનાર ઇસમો ઉપર સોશ્યલ મીડીયામાં વોચ રાખી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
જેથી કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મુળદ્વારકા રોડ પાસે પડતર જગ્યામાં કડવાસણ ગામના લોકો મરણ ગયેલ પશુઓ નાખી જતા હોય જે જગ્યાએ મરણ પશુઓના અવશેષો પડેલ હોય જેની પાસે ઉભી બે ઇસમોએ ગૌવંશનુ ગેરકાયદેસર કટીંગ થતુ હોવાનુ ખોટો વિડીયો બનાવી બકરીઇદના તહેવાર અનુસંધાને સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ કરેલ હોય જે બાબતે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવનાઓએ આ ખોટી પોસ્ટ કરનાર ઇસમને પકડી પાડવા સુચના કરતા, એલ.સી.બી.ના એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા નાઓએ તાત્કાલીક સદર સ્થળ ઉપર જઈ ખરાઇ કરતા રોડ કાંઠે જાડી જાખરી વાળી જગ્યામાં પશુના અવશેષો હાડકાઓ પડેલ હોય અને આ જગ્યાએ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મરણ ગયેલ પશુ પ્રાણીઓ નાખતા હોવાનું જણાયેલ જેથી ઉપરોકત બાબતે ખોટી રીતે સોશ્યલ મીડીયામાં વીડીયો વાયરલ કરનાર નીચે જણાવેલ નામવાળા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
૧ હરેશભાઇ ખીમજીભાઇ જાદવ રહે. લીલવણ તા.મહુવા જી.ભાવનગર ફાલ -દ્રોણ તા.ગીરગઢડાની ધરપકડ કરી છે. જ્યારે જયેશ ગોસ્વામી, રહે.મોરડીયા તા સુત્રાપાડાની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી એલ.સી.બી. ઇ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ, એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, પો.કોન્સ. રવિરાજસિંહ બારડ, તથા ડ્રા.પો.હેડ કોન્સ. રાજુભાઇ પરમારે કરી છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
