તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને પ્રેરણાથી કચ્છી નુતનવર્ષ અષાઢી બીજની ઉજવણીમા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલનું આયોજન
કચ્છના ઉધોગો વિવિધ સંસ્થાઓ – સમુદાયો પોતાની કૃતિઓ રજુ કરશે તમામ કૃતિઓ ના આશ્વાસન ઇનામો રૂ.૫૦૦૦/- આપવામાં આવશે, વિશિષ્ટ પાંચ કૃતિઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે : વિનોદભાઇ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને પ્રેરણા થી કચ્છી નુતનવર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિતે સૌ પ્રથમવાર “સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૫” નું ભુજના હ્ર્દય સમા હમીરસર સરોવર કાંઠે ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૫ ના અષાઢી બીજે હમીરસર સરોવર કાંઠે કચ્છ કાર્નિવલ નું પ્રારંભ કરાવ્યો હતો. જે ૨૦૧૩ સુંધી તેમના મુખ્યમંત્રી સમયકાળમાં આયોજીત થતું હતું. ૨૬/૦૫/૨૦૨૫ ની વડાપ્રધાનશ્રી ની ભુજ ની જંગી જાહેર સભામાં તેમણે કચ્છીજનો ને “અષાઢી બીજ” કચ્છી નુતનવર્ષ ની શુભેચ્છા પાઠવી ત્યારે તેઓશ્રી ની લાગણી ને ધ્યાને લઇ સાંસદ વિનોદભાઇ ચાવડાએ “સાંસદ - કચ્છ કાર્નિવલ” યોજવાનું આયોજન કરેલ છે. તે સંદર્ભે તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના ભુજ ખાતે ઇલેકટ્રોનીક મીડિયા તથા પ્રિન્ટ મીડિયા સાથે પ્રેસ કોન્ફર્ન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.
સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, કચ્છમાં આયોજીત કાર્નિવલમાં કચ્છ ના વિષય વસ્તુ ને ધ્યાને લઇ થીમ ને પ્રાધાન્ય આપવામાં આવશે. કચ્છના ઉધોગો વિવિધ સંસ્થાઓ – સમુદાયો પોતાની કૃતિઓ રજુ કરશે તમામ કૃતિઓ ના આશ્વાસન ઇનામો રૂ.૫૦૦૦/- આપવામાં આવશે. વિશિષ્ટ પાંચ કૃતિઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે
ખેગારપાર્ક પાસે મહારાવશ્રી પ્રતિમા પાસે થી શરૂ થઇ લેકવ્યૂ હોટલ પાસે થી ઉમેદનગર સુંધી રૂટ પર કૃતિઓ પ્રદર્શિત કરાશે. વડાપ્રધાનશ્રી ના કચ્છ પ્રત્યેના અહિર્ભાવ- લાગણી ને ધ્યાને લઇ આવતા પાંચ વર્ષ સુંધી “સાંસદ - કચ્છ કાર્નિવલ” નું આયોજન કરાશે.
કચ્છની વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો, જ્ઞાતિ મંડળો, શાળા કોલેજના વિધાર્થીઓ, સંચાલકો, ઉધોગો ને આ કાર્નિવલ માં જોડાવા સાંસદશ્રીએ અપીલ કરી હતી. આ માટે ભાગ લેનાર ના ફોર્મ ભરવા લિંકમાં ૧૫ મી જુન ભરવાના રહેશે ૫૦ થી વધુ કૃતિઓ થશે તો ડ્રો કરવામાં આવશે. કાર્નિવલ ૨૭ મી જૂનના સાંજે ૬ વાગ્યા થી શરૂ થશે.
આ કોન્ફરન્સ દરમ્યાન પંકજભાઇ ઝાલા, રિતેનભાઇ ગોર, મહીદીપસિંહ જાડેજા, મીતભાઈ ઠક્કર, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોલ, વિશાલભાઇ ઠક્કર, રવિભાઇ ત્રવાડી\, હિરેનભાઇ રાઠોડ, કિસનસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, જયંત ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
