News of Friday, 6th June 2025
ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી હટી જવાનું કહી યુવાન પર પૂર્વ સરપંચ સહિત ૫ શખ્સનો હુમલો
માણાવદરના સરાડીયા ગામનો બનાવ, ૩ શખ્સની અટક

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૬: માણાવદર પાસેના સરાડીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ઘટી જવાનું કહી યુવક પર પૂર્વ સરપંચ સહિત ૫ શખ્સે હુમલો કરતા યુવાનને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયો હતો. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સની અટક કરી તપાસ હાથ ધરી હતી.
માણાવદર તાલુકાના સરાડીયા ગામના ૪૩ વર્ષીય મનદીપભાઈ અમળતલાલ કેલૈયા ગુરુવારે સવારે બાઇક પર રામભાઈ કાળાભાઈ બેરીયા સાથે પર માણાવદર ખાતે પૂર્વ સરપંચ ગોવિંદ જેઠાભાઇ વરૂ વિરુધ્ધ પોલીસને અરજી આપવા માટે જઈ રહ્યા હતા. તે વખતે ગોવિંદ વરુ, કાના ભુરા વરુ, તેનો પુત્ર અલ્કેશ, ભરત જેઠા વરુ અને ગોવિંદ જેઠાનો સાળોએ મનદીપભાઇને આંતરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા, એંગલ વડે હુમલો કર્યો હતો. યુવકને બચાવવા વચ્ચે પડેલા રામભાઈને પણ છોડ્યા ન હતા.
સરાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી હટી જવાનું કહી
હુમલો કરી શખ્સો નાસી ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થયેલા મનદીપભાઈને માણાવદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધી માણાવદરના પીઆઈ ડી. આર. પારગીની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં કાના ભુરા વરુ, તેનો પુત્ર અલ્કેશ અને ભરત જેઠા વરુની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.(
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
