તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th June 2025
દ્વારકાના ગોમતી નદીમાં ૭ યાત્રિકો પાણીમાં ડૂબ્યાઃ એક યુવતીનું મોત : ૧ ગંભીર : ૫નો બચાવ

(કૌશલ સવજાણી - વિનુભાઈ સામાણી દ્વારા)
દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબતા દોડધામ મચી ગઈ છે. જો કે તમામને રેસ્ક્યુ કરીને ૧૦૮ દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાની ઉમરની ભાગેશ્વરી નામની યુવતીનું મળત્યુ થયું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દ્વારકામા આવેલ ગોમતી નદીના સામે કિનારે ચાર યુવક તેમજ ત્રણ યુવતી ગોમતી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબતા સ્થાનિક લોકોને નજરે ચડતા નગરપાલિકા ફાયર વિભાગની બોર્ડ તાત્કાલિક પહોંચી હતી. નગરપાલિકાની ફાયર વિભાગ તેમજ સ્થાનિક ઊંટ સવાર ના માલિક દ્વારા ડુબતા યાત્રિકોનો બચાવ કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
