તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
વેરાવળ-સોમનાથમાં વાલ્મિકી સમાજ દ્વારા આવેદન : ૧૨ માંગણી સ્વીકારાય નહીંનાં ૧૩માંથી સફાઇ કામદારોની હડતાલ : ૩૫૦ કામદારો રાખવા આગ્રહ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં ૧ થી ૧૧ વોર્ડ આવેલા છે ૫૦ કીલોમીટર માં ફકત કાયમી અને રોજમદાર ૩૫૦ કામદારો છે પાલિકા જયારે અસ્તીત્વમાં આવેલ હતી ત્યારે ૫૦ હજારની વસ્તી હતી અત્યાર અઢી લાખ ની વસ્તો છે સફાઈ કામ કરવા માટે એક હજાર વધુ કામદારો હોવા જોઈએ તેમજ કામમી સફાઈ કામદારોની સંખ્યા ૫૦૦ થી વધારે હોવી જોઈએ રેકડી, પાવડી, સાવરણા સહીત ની વસ્તુઓ મળતી ન હોય તેવા જુદા જુદા ૧૨ મુદા સાથે ચીફ ઓફીસર ને આવેદન આપેલ છે તા.૧૩ સુધીમાં નિવારણ નહી આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચીંધ્યા માગે હડતાલ ઉપર જશે.
વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારના વાલ્મીકી સમાજના પ્રમુખો, આગેવાનોએ સફાઈ કામદારોન સાથે રાખી આવેદન પત્ર આપેલ હતું જે માં જણાવેલ હતું કે નગરપાલિકા અસ્તીત્વમાં આવી ત્યારે ૫૦ હજાર ની વસ્તી હતી ૨૧૩ સફાઈ કર્મીઓની ભરતી કરેલ હતી અત્યારે ૫૦ કીલો મીટર સુધીનો વિસ્તાર થયેલ છે અઢી લાખની વસ્તી હોય નવા રોડ રસ્તાઓ વિસ્તારે વધી ગયેલ હોય ૧૦૦૦ થી વધુ કામદારો હોવા જોઈ એ જેમાં ૫૦૦ થી વધારે કાયમી કર્મચારી ની માંગ કરાયેલ છે નાના સફાઈ કામદારોને સમયસર કચરા ઉપાડવા માટે રેકડા, પાવડી,સારવણા, હાથ પહેરવાના મોઝા કે વરસાદના સમયમાં રેઈનકોર્ટ આપવામાં આવતા નથી સરકારનો નિયમ છે કે સફાઈ કામદારો જયારે કામ કરતા હોય ત્યારે તેને ગંદકી ગ્રસ્ત ગટરો કચરાના ઠગલાઓમાં હાથ નાખવા પડે છે તેને દરેક વસ્તુ મળવી જોઈએ તે આપવામાં આવતી નથી રજાઓ અપાતી નથી દર મહીને ૧ થી ૧૦ તારીખ ને અંદર પગાર મળી જવો જોઈએ દરેક વોર્ડમા ચુંટાયેલા નગરસેવકો કામદારો મહિલા પુરૂષો સાથે ગમે તેવું તોછડાય ભર્યું વર્તન કરે છે મેડીકલ ખર્ચ મળવો જોઈએ કોન્ટ્રાકટ પ્રથા તથા સખી મંડળ કોન્ટ્રાકટ બંધ કરવા જોઈએ તેવી માંગ કરાયેલ છે તા. ૧૩/૬/૨૫ સુધીમાં કોઈ ઉકેલ નહી આવે તો તમામ સફાઈ કર્મચારીઓ ગાંધી ચીધ્યા માગે નગરપાલિકા સામ હડતાલ ઉપર બસેસે તેવું જણાવેલ છે.
આવેદન પત્ર આપવા માટે ૫૦૦ થી વધારે સફાઈ કર્મચારી ઓ પહોચેલ હતા પ્રમુખને મળવા માટે બે કલાક સુધી જોવી પડેલ હતી જેથી કામદારો રોષ ભરાયેલ હતા સાથે જણાવેલ હતું કે સતાપક્ષ ઉપર રહેલા ભાજપ કોંગ્રસના કોઈ નગરસેવકો માંગણીઓ માટે સાથે આવેલ ન હતા સફાઈ કામદારો વર્ષોથી પ્રજાની સેવામાં છે વિશેષ જવાબ દારી નગરસેવકોની બનતી હોય પણ સફાઈ કામદારો ના પરીવારોની રોજીરોટી માટે નગરસેવકોએ ધ્યાન નહી આપતા તેની સામે રોષ વ્યકત કરેલ હતો.(
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
