<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

હિરલબા સામે સાઇબર ગુન્‍હામાં વધુ મોટી રકમની ગરબડ બહાર આવે તેવી સંભાવનાઃ જામીન નામંજુર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ સાઇબર ક્રાઇમના ગુન્‍હામાં આરોપી હિરલબા ભુરાભાઇ જાડેજાએ રેગ્‍યુલર જામીન માટે ડિસ્‍ટ્રીક એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે.

સાઇબર ક્રાઇમના ગુન્‍હામાં જુનાગઢ જેલ હવાલે થયેલા હિરલબાએ જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી ડિસ્‍ટ્રીકટ અને સેસન્‍સ કોર્ટે ફગાવી દીધી છે.

સાઇબર ક્રાઇમના ગુન્‍હામાં હજુ મોટી રકમની ગરબડ બહાર આવે તેવી સંભાવના હોય હિરલબાને જામીન મળવા જોઇએ નહી તેવી દલીલ કરવામાં આવી હતી.

કરોડો રૂપીયાના સાઇબર ક્રાઇમના ગુનામાં જુનાગઢ જેલહવાલે થયેલા હીરલબા જાડેજા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ પોરબંદરના જિલ્લા સરકારી વકીલની દલીલ અનુસ઼ધાને જામીન અરજી  ફગાવી દેવામાં આવી છે. ફરીયાદી વી.આર.ચાવડા, પોલીસ સબ ઇન્‍સપેકટર સાઇબર ક્રાઇમ પોરબંદરવાળાએ આરોપી હિરલબા ભુરાભાઇ જાડેજા, હિતેશ ભીમાભાઇ ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચોહાણ તથા રાજુ મેર વિરૂધ્‍ધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ઇ.પી.કો. કલમ તથા આઇ.ટી. એકટની કલમ મુજબની ફરીયાદ નોંધાવી હતી.

આ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પૈકી આરોપી હિરલબાએ ઉપરોકત ગુનામાં પોતે નિર્દોષ હોવાનું જાહેર કરી પોરબંદરના બીજા એડી. સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સામે જામીન અરજીના કામે તપાસ કરનાર અધિકારી એસ.આર.ચૌધરી પોલીસ ઇન્‍સ્‍પેકટરે કરેલી પ્રાથમીક તપાસના કાગળો રજુ કરેી મૌખીક દલીલ તથા લેખીત દલીલો કરતા તેને ધ્‍યાને લઇ અરજદારની જામીન ઉપર મુકત થવાની અરજી રદ કરવા દલીલો કરવામાં આવી હતી.

જે અન્‍વયે બીજા એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ પી.એચ.શર્મા દ્વારા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલી દલીલો તથા તપાસ કરનાર અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલા સોગંદનામું ધ્‍યાને લઇ અરજદાર હિરલબા જાડેજા દ્વારા કરવામાં આવેલી આ કામની અરજી નામંજુર કરતો હુકમ કરવામાં આવ્‍યો છે. 

(12:12 PM IST)