News of Thursday, 5th June 2025
ટંકારા હાઇપ્રોફાઇલ જુગાર તોડકાંડમાં વોન્ટેડ પી.આઇ.વાય.કે. ગોહિલની SMC એ ધરપકડ કરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાતા. ૫: ટંકારાના હાઈપ્રોફાઈલ જુગારતોડ કાંડમાં કોન્સ્ટેબલ હાજર થયા બાદ લીંબડી ડીવાયએસપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોય દરમિયાન એસ એમ સી ની ટીમ દ્વારા નાસ્તા ફરતા પી આઈ વાય કે ગોહિલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે
ટંકારા લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારની રેડમાં તોડકાંડ બહાર આવ્યું હતું જે મામલે એસ એમ સી ટીમ દ્વારા તપાસ ચલાવીને પી આઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ બંને નાસ્તા ફરતા હોવાથી પોલીસ દ્વારા નોટીસ ઇસ્યુ કરીને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હોય જેમ કોન્ટેબલ મહિપતસિંહ હાજર થયો હતો જો કે પી આઈ વાય કે ગોહિલ નાસતો ફરતો હતા. જે નાસ્તા ફરતા પી આઈ વાય કે ગોહિલની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતરાત્રીના ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
