તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ભાયાવદર પોલીસે ઢાંક ગામેથી ૪.૬૮ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો
મકાનના ભોંયતળીયે ચોરખાનુ બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો'તોઃ કાર સહિત ૧૪.૮૨ લાખનો મુદામાલ કબ્જેઃ રમેશ ઓડેદરાની શોધખોળ

રાજકોટ તા.પઃ ભાયાવદર પોલીસે ઢાંક ગામે મકાનમાં રેઇડ કરી ૪.૬૮ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે મકાનના ભોંયતળીયે બનાવેલ ચોરખાના છૂપાવેલ દારૂ અને કાર સહિત ૧૪.૮૨ લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઢાંક ગામે રહેતા રમેશ ઉર્ફે રામો પોલાભાઇ ઓડેદરાએ તેના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ભાયાવદરના પી.આઇ. વી.સી. પરમાર તથા એ.એસ.આઇ. રોહિતકુમાર વાઢેર સહિતના સ્ટાફે રેઇડ કરી મકાનના ભોંયતળીયામાં ચોરખાનુ બનાવી તેમાં છૂપાવેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કિ.૪.૬૮,૯૭૩નો કબ્જે કર્યો હતો. તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી એમજી હેકટર પ્લસ કાર કિ.૧૦ લાખ, મોબાઇલ તથા ડી.વી.આર મળી કુલ ૧૪.૮૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલ બુટલેગર રમેશ ઉર્ફે રામો ઓડેદરા સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથધરી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
