તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1600 રૂપિયા અને નીચામાં 600 રૂપિયા સુધી બોલાયો
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 400 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 23 બોક્સની આવક થઇ

અમરેલી : આજે અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 1250 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 750 રૂપિયા સુધી બોલાયો છે.
અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 400 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 23 બોક્સની આવક થઇ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
