તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
વેરાવળ પીપલ્સ બેન્કના પૂર્વ MD સામે કાર્યવાહી કરાઇ
નકલી IDથી રાજીનામાંપત્ર બનાવ્યાની શંકાઃવેરાવળ પીપલ્સ કૉ.ઓપરેટીવ બેંકના પૂર્વ જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર ગિરીશ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે

વેરાવળ,તા.૩
ગીર સોમનાથના વેરાવળ પીપલ્સ કૉ.ઓપરેટીવ બેંકના પૂર્વ જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર ગિરીશ ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકલી મેઈલ આઈડી બનાવવાના પ્રકરણમાં તેમનું નામ સામે આવ્યુ છે. પોલીસે આ મામલે આગામી તપાસ હાથ ધરી છે. ફેક મેઈલ આઈડી બનાવી રાજીનામા પત્ર બનાવ્યાની આશંકા સાથે ગિરીશ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે. આ બનાવના પગલે ગીર સોમનાથમાં ચર્ચાઓનો દૌર શરુ થયો છે.ગીર સોમનાથના વેરાવળ પીપલ્સ કૉ.ઓપરેટીવ બેંકના પૂર્વ જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર ગિરીશ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયત બાદ સમગ્ર જિલ્લામાં ચકચાક મચી છે. ગિરીશ ઠક્કર પર ફેક મેઈલ ID બનાવી રાજીનામા પત્ર બનાવ્યાની શંકા સેવાઇ રહી છે. RBIમાં બેક્નના ડિરેક્ટરના નામ સાથે બોગસ ઇ-મેઇલ કરાયા હોવાનો ઘટસ્ફોટ ગિરીશ ઠક્કરના મોબાઇલ તપાસ દરમિયાન થયો હતો. ભુજ સાયબર ક્રાઈમે ગિરીશ ઠક્કરની અટકાયત કરીને ભુજ એ ડિવિઝનમાં તેમની પૂછપરછ હાથ ધરાઇ હતી.ભુજ એ ડિવિઝનમાં નોંધાયેલા આઈ.ટી.એકટની કલમ ૬૬ તથા ૬૬સી અને બી.એન.એસની કલમ ૩૩૯(૨)(૪)ના ગુના હેઠળ ગિરીશ ઠક્કરની પૂછપરછ હાથ ધરાઇ છે. તા.૩૧ મે ૨૦૨૫ના રોજ ભુજ કોમશીયલ કો.ઓપ.બેંક ના જનરલ મેનેજર ધીરેન શંભુલાલ મજેઠીયાએ ગિરીશ ઠક્કર સામે ફરીયાદ નોંધાવી હતી. ઇમ્ૈંમાં બેક્નના ડિરેક્ટરોના નામ સાથે બોગસ ઇ-મેઇલ કરાયા હતા. સાયબર ક્રાઈમની તપાસમાં વેરાવળના ગિરીશ ઠક્કરના મોબાઈલમાંથી ઇ-મેઇલ થયાનું સામે આવ્યુ હતુ. કચ્છ પોલીસ વેરાવળ પહોંચી હતી. અને તમામ દસ્તાવેજ હસ્તગત કરીને આગામી તપાસ હાથ ધરી હતી.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
