તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
જામનગર LCBની મોટી સફળતા : પ્રોહીબિશનના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો!
પોરબંદરના રાણીવાળા નેશનો ગોગનભાઈ કોડિયાતર પંચકોષી બી ડિવિઝન પોલીસના ગુનામાં વોન્ટેડ હતો : દરેડ પાસેથી દબોચી લેવાયો!

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ પ્રોહીબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અન્વયે, જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે ચાલી રહેલા વિશેષ અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી, બાતમીના આધારે કાર્યવાહી
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના જવાનો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટાફના અરજણભાઈ કોડિયાતર, ધનશ્યામભાઈ ડેરવાળીયા અને મયુદીનભાઈ સૈયદને ગુપ્ત બાતમી મળી હતી.
ગોગનભાઈ કોડિયાતર દરેડ ગામેથી ઝડપાયો
મળેલ ચોક્કસ બાતમીના આધારે, પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ગોગનભાઈ કાનાભાઈ કોડિયાતર (રહે. રાણીવાળા નેશ, તા. રાણાવાવ, જિ. પોરબંદર, હાલ- થાપાવાળી ખોડિયાર માતાના મંદિરની બાજુમાં, વીડીવાળા નેશ, તા. રાણાવાવ, જિ. પોરબંદર) ને દરેડ ગામે રાંદલ માતાના મંદિર પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ આરોપી પંચકોષી બી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં 11202046241181/2024, પ્રોહી. કલમ 65એ, ઈ, વિગેરે હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.
કાયદેસરની કાર્યવાહી અને ટીમની સરાહનીય કામગીરી
આરોપી ગોગનભાઈની ધરપકડ બાદ એ.એસ.આઈ. દિલીપભાઈ તલવાડીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને સી.એમ. કાંટેલિયા તેમજ એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુમિતભાઈ શિયાર, ભયપાલસિંહ જાડેજા, અશોકભાઈ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા અને ભારતીબેન ડાંગર સહિતના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી. જામનગર એલ.સી.બી.ની આ સફળતા ગુનાખોરી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવશે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
