તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 3rd June 2025
પડધરીમાં ૫૦ ટકા ઘરોમાં સોલાર ફીટ કરી લેવાયા : ૧૫૦૦ મકાનોમાં સૂર્યઘર યોજના
સરપંચ - ઉપસરપંચ - તલાટીના ઘરોમાં સોલાર પેનલ લાગી : વીજબિલમાં અનેકગણો ફાયદો

રાજકોટ, તા.૩: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં અનેકગણો ફાયદો લોકોએ મેળવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં ૩૦૦૦ રહેણાંક મકાન છે જેમાંથી ૧૫૦૦ જેટલા મકાનમાં સોલાર યોજના કાર્યરત છે. લોકોને અનેકગણો વિજબીલમાં ફાયદો મળી રહ્યો છે.
મોટા ભાગના ઘરોમાં સોલાર પેનલના દ્રશ્યો પડધરી ગામમાં જોવાઈ રહ્યા છે, પડધરી ગ્રામ પંચાયત સહિત ગામના ૧૫૦૦ રહેણાંક મકાનોમાં સોલાર પેનલ લાગેલી છે. લોકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ભરપૂર લાભ લઇ રહ્યા છે. પડધરીના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓના ઘરોમાં સોલાર પેનલ લાગેલી છે અને અન્યને પણ સોલાર યોજનાનો લાભ લેવા તેઓ પ્રેરણા પર આપી રહ્યા છે. પડધરી ગ્રામ પંચાયતમાં છેલ્લા ૩ વર્ષથી સોલાર લાગેલ છે. સરકારી યોજના હેઠળ સોલાર લગાવવાને કારણે ૩ વર્ષથી વિજળીનું બિલ શૂન્ય આવી રહ્યું છે, જે પહેલા ૧ મહિનાનું રૂપિયા ૩૫૦૦ આવતું હતું.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
