તા. ૨૬ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૩ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
બોટાદઃ દુષ્કર્મના કેસમાં વિકટીમે મેળવેલ વળતરની રકમ પરત કરવા કોર્ટનો આદેશ
ફરિયાદીએ ફરિયાદની વિપરીત જુબાની આપતા કોર્ટમાં મહત્વનો ચુકાદો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩: બોટાદના રાણપરી ગામે દુષ્કર્મનાં બનાવમાં ફરિયાદીએ પોકસો કોર્ટ બોટાદ પાસેથી મેળવેલ વીકટીમ કમ્પેન્સેશન અન્વયેની રકમ પરત ચુકવવા માટે બોટાદ કોર્ટ આદેશ કર્યો હતો.બોટાદ જિલ્લાનાં બરવાળાનાં રાણપરી ગામે શાળાએ જતી ઉ.વ.આશરે ૧૦ની બાળકી સાથે વલીભાઈ મહમદભાઈ નામની વ્યકિતએ દુષ્કર્મ કરેલ જે બાબતની ફરિયાદ બરવાળા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીરાના વાલી ધનજીભાઈ શામજીભાઈ દેલવાડીયાનાઓએ બરવાળા પો.સ્ટે.માં ફરિયાદ આપેલ જે ફરિયાદનાં આધારે સરકારશ્રીની વીકટીમ કમ્પેન્સેશન સ્કીમ અન્વયે વળતરની રકમ કેસ ચાલતાં દરમ્યાન ચુકવવાં માટે ફરિયાદી પિતાએ અરજી કરેલ આ કેસની કાનુની કાર્યવાહી માટે રાજય સરકારશ્રી દ્વારા સ્પે.પી.પી.તરીકે ભાવનગરના જિલ્લા સરકારી વકીલની નીમણુંક થયેલ હોવાથી તેઓએ કેસની કાર્યવાહી આગળ ચલાવવાનું શરૂ કરેલ આ સમયગાળા દરમ્યાન તા.૩-૫-૨૫ના રોજ ફરિયાદી ધનજીભાઈ શામજીભાઈ દેલવાડીયાની જુબાની સ્પે. કોટ દ્વારા નોંધવામાં આવેલ પરંતુ ફરિયાદી પોતાની ફરિયાદ થી વિપરીત જુબાની આપતા સ્પે.પી.પી. દ્વારા ફરિયાદીએ મેળવેલ વળતરની રકમ અદાલતમાં પરત જમા કરાવવી જોઈએ તેવો હુકમ કરવાં અરજી આપતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી સ્પે. પી.પી. મનોજ આર. જોષીની દલીલો ગ્રાહય રાખી ફરિયાદી ધનજીભાઈ શામજીભાઈ દેલવાડીયાને તેઓએ મેળવેલ વળતરની રકમ રૂ.૨,૬૨,૫૦૦/- પરત અદાલતમાં જમા કરાવવા સ્પે.કોર્ટ પોસ્કો બોટાદ દ્વારા હુકમ કરવામાં આવેલ છે મળતી માહીતી મુજબ બોટાદ કોર્ટનો આ પ્રકારનો સર્વપ્રથમ હુકમ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
