<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મેંદરડાના પૂ. સુખરામદાસબાપુના નેતૃત્‍વમાં ર૦૦ ભાવિકો ભાગીરથી તટે કથા શ્રવણ કરશે

હરિ અને હરના નાદ સાથે સંઘ ટ્રેન દ્વારા હરિદ્વાર રવાના

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩:  હરિ અને હરનું દ્વાર એવા હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન આગામી પાંચમી જુનથી યંત્ર મંદિર ખાતે શરૂ  થશે. વ્‍યાસપીઠ પર પ્રખર ભાગવતાચાર્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા કથામૃતનું પાન કરાવશે.

મેંદરડામાં મધુવંતી નદી તટે ખાખી મઢી આશ્રમનાં મહંત સુખરામદાસબાપુએ  કેસરી સાથે વાચતીત કરતા જણાવ્‍યું કે, પુરાણોમાં પણ ગંગા તટે પરીક્ષિત મહારાજને વ્‍યાસજીએ ભાગવત કથા સંભાળીવી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

તિર્થભૂમિ હરિદ્વારમાં ગંગા તટે આવેલા યંત્ર મંદિર ખાતે આગામી તા. પ થી ૧૧ સુધી ભાગવત કથા શરૂ થવા થઇ રહી છે તેમાં મેંદરડા ઉપરાંત  જુનાગઢ, રાજકોટ, કચ્‍છ, જામનગર સહિત વિવિધ ગામોથી આજે ર૦૦ થી વધુ મુમુક્ષો ભાવનગરથી ટ્રેન મારફત હરિદ્વાર જવા રવાના થયા છે.

આ ભાગવત કથામાં વ્‍યાસપીઠ પર પ્રખર વકતા ભાગવતચાર્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા કથામૃતનું પાન કરાવશે.

ભાગવત કથા દરમિયાન મુકતાનંદબાપુ સહિત સંતો મહંતો પધારશે. ભગવાન રામ, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહિત ઉતસવો અને સંતવાણીના કાર્યક્રમો પણ યોજાનાર છે.

ભાગવત કથાનો ધર્મલાભ ગંગાતટે યોજવા સુખરામદાસબાપુનાં સેવકોની ઘણા સમયથી લાગણી હોવાથી આ ભગીરથ ધર્મ કાર્ય સદ્‌્‌ગુરૂ કિશોરદાસબાપુનાં આશિર્વાદથી પરિપૂર્ણ થશે.

(11:39 AM IST)