તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ગોંડલ એસટી ડેપોમાં નવા મેનેજરનું સ્વાગત : કર્મચારી મહામંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો
એસ.એ. મોમીનની બદલી થતાં ગોંડલ ડેપોમાં હાજર : અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી

ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ, 2 જૂન, 2025: ગોંડલ એસટી ડેપો ખાતે નવ નિયુક્ત ડેપો મેનેજર એસ.એ. મોમીનનું આજે કર્મચારી મહામંડળ દ્વારા ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. વહીવટી કારણોસર ગોંડલ ડેપો ખાતે તેમની બદલી થતાં તેમણે ફરજ પર હાજર થઈ હતી, અને આ પ્રસંગે ડેપોના કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સત્કાર સમારંભમાં વિવિધ અગ્રણીઓ અને કર્મચારીઓએ હાજર રહીને નવા ડેપો મેનેજરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં જૂની આસી શૈલેષભાઈ ગોવાણી, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા), ગુજરાત પ્રદેશ કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ બી.પી. સોલંકી, રાજકોટ ડિવિઝન કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એન.બી. સોલંકી, ગોંડલ કર્મચારી મહામંડળના આગેવાન હિમાંશુભાઈ મહેતા, પી.ડી. પરમાર, વજુભાઈ દાફડા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થયો હતો અને નવા ડેપો મેનેજરના નેતૃત્વમાં ગોંડલ એસટી ડેપો વધુ પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
