તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
સાવરકુંડલાઃ વહિવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ

સાવરકુંડલાઃ અમરેલી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રિના ૮ થી ૮:૩૦ કલાક સુધી અમરેલી જીલ્લામાં સ્વયંભૂ અંધારપટમાં રહ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી નાકિયા, અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતા,ચીફ ઓફિસર ગઢવી, સીટી પીઆઇ વાઘેલા અને સિવિલિયન અને હોમગાર્ડ જવાન તેમજ ફાયર ના માણસો આ તકે કાર્યવાહી કરી સફળ બનાવી સિવિલ ડિફેન્સ તરીકે હોમગાડઝ જવાનોએ ભાગ લીધેલ તેમજ વહીવટી તંત્ર આ મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા બદલ દ્વારા નાગરિકોનો તથા હોમગાર્ડઝ જવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો છે. અમરેલી જીલ્લાના ૧૧ તાલુકાના ૧૮ હોમગાર્ડ યુનિટોમાં ઓપરેશન શિલ્ડમાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કન્ટ્રોલર શરદ સાપરીયા, સ્ટાફ ઓફિસર જન સંપર્ક અમીતગીરી ગોસ્વામી સહિતના હોમગાર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર- અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
