News of Monday, 2nd June 2025
વિંછીયાના થોરીયાળી ગામનો યુવાન ભાગવા જતા કુવામાં પડી જતા મોત
પોલીસ આવી...બુમ પડતા જુગારીઓ નાસ્યા

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.રઃ વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગઈ રાત્રે ગામમાં જુગાર રમતી એક ટોળકી પર અનિધિકળત પ્રવળત્તિની શંકા સાથે કોઈએ ‘પોલીસ આવી' તેવી બૂમ પાડી હતી. જેના પગલે ત્યાં હાજર અંદાજે ૧૦ જેટલા શખ્સો ભયભીત થઈને જુદી-જુદી દિશામાં ભાગ્યા હતા.
ભાગતા ભાગતા મુન્નાભાઈ રાજપરા નામના વ્યક્તિએ એક દીવાલ કૂદીને બચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દીવાલની તુરંત બાજુમાં આવેલા ખાલી ઊંડા કૂવામાં અંધારાની વચ્ચે દેખાય ન હોવાથી મુન્નાભાઈ તેમા ખાબકયા હતા. દુર્ભાગ્યવશ તેમનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં વિંછીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. મળતકનું શરીર કૂવામાંથી બહાર કાઢી રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.(
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
