તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st June 2025
જામનગર LCB એ વસઈ ગામ પાસેથી ₹૨.૩૨ લાખનો દારૂ ઝડપ્યો : એક ઝડપાયો, બે વોન્ટેડ
ખાનપરના યશપાલસિંહ જાડેજા પાસેથી ૧૩૨ બોટલ દારૂ, મોબાઈલ અને મોટરસાયકલ કબજે કરાયા : દારૂ સપ્લાય કરનાર અને મંગાવનારની શોધખોળ ચાલુ

જામનગર : જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત જામનગર તાલુકાના વસઈ ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB એ કુલ ₹૨,૩૨,૬૦૪/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને વેચાણ માટે મંગાવનાર સહિત અન્ય બે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, જામનગર જિલ્લામાંથી દારૂ-જુગારની બદીને નાબૂદ કરવા LCBના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન, LCB સ્ટાફના મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, રૂષીરાજસિંહ વાળા અને કાસમભાઈ બ્લોચને મળેલી ખાનગી બાતમીના આધારે વસઈ ગામના પાટીયા પાસેથી બાવળની ઝાડીમાંથી આરોપી યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર ગામ, રામદેવ પીરના મંદિર પાસે, તા.જી. મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી યશપાલસિંહ જાડેજાના કબજા માંથી ઇગ્લીશ દારૂની કુલ ૧૩૨ બોટલ જેની કિંમત ₹૧,૯૭,૬૦૪/-, એક મોબાઈલ ફોન કિંમત ₹૫,૦૦૦/-, અને એક મોટરસાયકલ કિંમત ₹૩૦,૦૦૦/- મળી કુલ ₹૨,૩૨,૬૦૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા એ.એ.આઈ. દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ સપ્લાય કરનાર આરોપી હેરભા ગઢવી (રહે. પરોડીયા, તા. ખંભાળીયા) અને દારૂ વેચાણ કરવા મંગાવનાર આરોપી પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટિયારા (રહે. જામનગર) ને પકડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ છે.
આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શિયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
