<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

માળિયાના ચાચાવદરડા ગામે ૧૬ વર્ષની સગીરાને માતા શબ્‍દો લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો

મુળ એમપીનો પરિવાર કારખાનામાં મજુરી કરે છેઃ કામેથી પાછા આવવાની ના પાડતા પગલુ ભર્યુ

 જુનાગઢઃ ચાચાવદરડા ગામે રહીને મજુરી કરતી ૧૬ વર્ષની સગીરાને કામ પરથી પાછુ આવવા માતા પિતાએ ના પાડતા લાગી આવતા ઝેરી દવા પી લેતા સગીરાનું મોત થયું છે માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયા (મી.) તાલુકાના ચાચાવદરડા ગામે આવેલ ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતી ૧૬ વર્ષની સગીરા અનીતા કાલુભાઈ મચાર પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી

 માળિયા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૩૦ ના રોજ વહેલી સવારે સગીરાએ માતાપિતા સ્તાહે ફોનમાં વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછું આવવાની વાત કરી હતી અને માતાપિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતા સગીરાએ ઝેરી દવા પી લેતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:28 PM IST)