તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
રામધુન કરી રહેલા ૭૫ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
કારખાનામાં ચાલી રહી હતી રામધૂનઃરામધુનમાં મશગૂલ આ વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો ૧૩ માસથી રામધુન ચાલતી હતી

જામનગર,તા.૩૦
જામનગરમાં રામધુન કરી રહેલા વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવતા દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ધ્રોલના હીરાના કારખાનામાં રામધૂન ચાલતી હતી જેમાં વૃદ્ધ પણ હાજર હતા. રામધૂન બાદ તેઓનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ૭૫ વર્ષીય વિદુરસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.ધ્રોલના હિરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રામધુનમાં મશગૂલ આ વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ૧૩ માસથી રામધુન ચાલતી હતી. હાડાટોડા ગામના વતની જાડેજા વિદુરસિંહ હળદરોલજીની ઉંમર ૭૫ વર્ષે હતી. તેઓ રામધૂનમાં મંજીરા વગાડતા હતા આ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. હાર્ટ એટેક આવ્યો તે પહેલા રામધુનમાં કીર્તન કરી રહ્યા હતા તે વીડિયો થયો વાયરલ છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
