<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

પુણ્‍ય શ્‍લોક અહલ્‍યાબાઇ હોલકર સનાતન સંસ્‍કૃતિ માટે ઉત્તમ સ્‍ત્રી શાસક રહ્યાં

પોરબંદરમાં પુણ્‍ય શ્‍લોક અહલ્‍યાબાઇ હોલકરની ૩૦૦મી જયંતીએ પ્રબુધ્‍ધ સંમેલનમાં રાજકોટ મહાનગર પાલિકાના દંડક મનીષભાઇ રાડીયા ઉપસ્‍થિત રહીને સંબોધન કર્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦: પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકરની ૩૦૦મી જન્‍મજયંતી નિમિતે  સત્‍યનારાયણ મંદીર ખાતે પ્રબુદ્ધ સંમેલન રાખવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકાના દંડક શ્રી મનીષભાઈ રાડીયા એ માર્ગદર્શન આપ્‍યું હતું આ જન્‍મજયંતી કાર્યક્રમ નિમિતે શહેરના પ્રબુદ્ધ લોકો સમક્ષ પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકરના જીવન વિશેની વિસ્‍તળત માહિતી એકદમ સરળ અને આકર્ષક રજૂઆતથી મુકવામાં આવી હતી મનીષભાઇએ જણાવ્‍યું કે નારીશક્‍તિનું ઉત્તમ ઉદાહરણ તેમજ ઉત્તમ શાસક કેવા હોય તે વિશે વિશદ રીતે માહિતી આપવામાં હતી.

આજના સમયમાં પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકરની પ્રાસંગિકતા તથા નારીશશક્‍તિકરણ થી દેશને કેવી રીતે સક્ષમ અને વિકસિત રાષ્‍ટ્ર તરફ લઇ જઈ શકાય તે માટેના  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ દ્વારા જે નારીશક્‍તિકરણ ના ઉતમ ઉદાહરણ તરીકે અને અનુકરણીય પાત્ર એટલે પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકર છે તેવું મનીષભાઇ રાદડીયાએ આ કાર્યક્રમમાં જણાવ્‍યું હતું તેમને વિશેષમાં જણાવ્‍યું કે છેવાડાના મનુષ્‍યના ઉત્‍થાન માટે તેઓ સતત પ્રયત્‍નશીલ હતા અને સમગ્ર દેશના ધાર્મિક સ્‍થાનો અને દ્વાદશ જ્‍યોતિલિંગના જીર્ણોધાર માટે પોતાનું જીવન તેમને સમર્પિત કરી દીધું હતું અને જીવનના અંતિમ શ્‍વાસ સુધી રાષ્‍ટ્ર અને સનાતન સંસ્‍કળતિ માટે એક ઉત્તમસ્ત્રી શાશક તરીકે કાર્ય કરતા રહ્યા આ ભારતના ઈતિહાસનું એક ઉતમ અને અદ્વિતીય નારીશક્‍તિનું પ્રકટીકરણ હતું.

આ સંમેલનમાં ઉપસ્‍થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજશીભાઇ પરમાર, શહેર મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્‍દ્રભાઈ કાણકિયા,  તાલુકા પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ નું સંચાલન સીનીયર આગેવાન કેતનભાઇ દાણી એ કરેલ. અને આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ઉપપ્રમુખ વિજયભાઈ વડુકર, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન થાનકી તેમજ તેમની ટીમ, ધર્મેશભાઈ પરમાર, સુરેશભાઈ સીકોત્રા, રાજભાઈ જોશી, હિતભાઈ જોશી, કાવ્‍યભાઈ જોશી, વૈભવભાઈ થાનકી, નીતિનભાઈ લોઢારી, પાર્થભાઈ રાઠોડ અને કાર્યકર્તાઓની મહેનત કરી હતી.

(12:28 PM IST)