તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
શિવરાજપુર બીચ ઉપર ૧૭૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ સાફ થયોઃ દરિયાકાંઠા સફાઇ અભિયાન

ખંભાળીયા તા.૩૦: તાજેતરમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં એન્ડીંગ પ્લાસ્ટીક પોલ્યુશન ગ્લોબલીની થીમ સાથે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાની સાફ સફાઇનો સામૂહિક કાર્યક્રમ વિવિધ સ્થળે યોજાયો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારકા નગરપાલિકા, જી.પી.સી.બી., જી.ઇ.એમ. આઇ., બી.વી.જી તથા ટાટા કેમિકલ્સ કંપનીના સહયોગથી મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓ તથા એન.જી.ઓ.ના સ્વયંસેવકો દ્વારા દરિયાકાંઠા પર જમા થયેલ પ્લાસ્ટીકના કચરાને જહેમતપૂર્વક દુર કરીને દરીયાકાંઠો સાફ કરાયો હતો.
દ્વારકા એસ.ડી.એમ.શ્રી અમોલ આમટેના માર્ગદર્શનમાં એસ.ડી.એમ. કચેરી, ગુજરાત પર્યાવર પ્રબંધ સંસ્થાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ટી.સી.એલ.આર.ડી. સંસ્થાના સહયોગથી દ્વારકાના પ્રવાસીના આકર્ષણરૂપ શીવરાજપુર બીચની સફાઇ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા ૧૭૦૦ કિલો જેટલો પ્લાસ્ટીક વેસ્ટ દરિયાકાંઠા પાસેથી એકઠો કરીને તેનો યોગ્ય રીતે નીકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તથા પ્રવાસીઓને પ્લાસ્ટીક કચરો ના ફેંકવા જણાવાયુ
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
