<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જસદણના સોનલબેન વસાણીની અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના મહિલા અધ્‍યક્ષ તરીકે વરણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩૦: જસદણના સોનલબેન વસાણીની અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના મહિલા અધ્‍યક્ષ તરીકે વરણી થતા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં  આનંદની લાગણી ફેલાણી છે.

અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના અધ્‍યક્ષ ગીરીશભાઈ કોટેચા દ્વારા જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સોનલબેન વસાણીની સૌરાષ્‍ટ્ર કચ્‍છના મહિલા અધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના જાગળત કોર્પોરેટર અને બાંધકામ સમિતિના કડક અને બાહોશ મહિલા અધ્‍યક્ષ તેમજ રાજકોટ જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ સોનલબેન વસાણીની રઘુવીર સેનાના સૌરાષ્‍ટ્ર કચ્‍છના અધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે તેને તમામ જ્ઞાતિજનો દ્વારા આવકારવામાં આવ્‍યા છે. જેતપુર ખાતે યોજાયેલ અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના સંમેલનમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના અધ્‍યક્ષ અને સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા દ્વારા સોનલબેન વસાણીને સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના અધ્‍યક્ષ અને મહિલા સુપ્રિમો તરીકે નિમણૂક કરતા સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા આવકારી અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. સોનલબેન તેજસભાઈ વસાણી ખુબ જ  નિડર, જાગળત, તટસ્‍થ કડક સ્‍વભાવના સત્‍યપ્રિય મહિલા આગેવાન છે. દેશના અનેક રાજ્‍યોની ચૂંટણીમાં તેમને પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રચારક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. દિવસો સુધી જુદા જુદા રાજ્‍યોમાં રોકાઈને ભાજપના સ્‍ટાર પ્રચારક તરીકે સેવા આપી ચૂકયા છે. જસદણ નગરપાલિકા વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામ કરનારા  લોકો તથા હયાતીના સર્ટીમાં ગેરરીતિ બાબતે કડક વલણ અપનાવી ચૂકયા છે.  તેમની આ નિમણુકને ભાજપના વિવિધ આગેવાનો, કાર્યકરો, વિવિધ સામાજિક સંસ્‍થાઓ, વિવિધ જ્ઞાતિઓ  સહિતનાએ આવકારીને શુભેચ્‍છા પાઠવી છે. (રર.ર)

(10:22 AM IST)