તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
જેતપુરમાં મળેલ માનવભૃણની પોલીસ તપાસમાં જબરા સેકસ રેકેટનો પર્દાફાશ : મહિલા સહિત ૯ ના નામ ખુલ્યા
કેટરર્સમાં સાથે કામ કરતો અખ્તર ડબગરે બે સગીરાનું પોતે શારીરિક શોષણ કરી અન્ય ગ્રાહકો અને મહિલા પાસે મોકલી દેહવ્યાપાર કરાવતો'તો પકડાયેલ અખ્તરના રીમાન્ડ પૂર્ણ : સેકસ રેકેટમાં હવે કોના નામ ખુલશે ? જેતપુર પંથકમાં એક જગ્યા જ ચર્ચા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૮: શહેરમાંથી પાંચ મહિના પૂર્વે જાહેર જગ્યા પરથી એક મળત માનવ ભળણ મળેલ હતું. સામાન્ય લાગતા આ બનાવમાં પોલીસ તપાસમાં ભોગ બનનાર જેની સાથે કામ પર જતી હતી તે તેની પાસે દેહ વેપાર કરાવતો હોવાનું એક મોટું સેક્સ રેકેટ ખુલ્યું છે. ભોગ બનનાર સગીરા પાસે દોઢ વર્ષથી દેહ વેપારનો ધધો કરાવવામાં આવતો જેમાં તેણીને ગર્ભ રહી જતા આખો ગુન્હાહિત બનાવ બહાર આવ્યો હતો. અને આ ગુન્હામાં પોલીસે એક મહિલા સહિત નવ શખ્સો નામ જાહેર કર્યા છે. જ્યારે બાકીના આરોપીઓના નામ પોલીસ પાસે રહેલ છે.
દીકરીઓને કેટરસના કામમાં મોકલતા હોય તે વાલીઓ માટે ચેતવણીરૂપ લાલબત્તી સમાન કિસ્સો શહેરમાં બહાર આવ્યો છે. જેમાં ગત તા. ૩૦ જાન્યુઆરીના રોજ શહેરમાંથી એક મળત માનવ ભળણ મળી આવ્યું હતું આ ભળણ બાબતમાં પોલીસે ગણતરીની કલાકોમાં ભળણને ત્યજનાર માતાને શોધી લીધી હતી. જેમાં ભોગ બનનાર સગીર વયની હોય તેણીના પિતાની ફરીયાદ પરથી પોલીસે બીએનએસ ૬૪(૧), ૮૯, ૯૧, ૫૪ તથા જાતીય સતામણી સામે બાળકોને રક્ષણ આપતો અધિનયમ ૨૦૧૨ની કલમ ૬ અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એકટ ૧૯૭૧ ની કલમ ૫(૨) હેઠળ ગુન્હો નોંધી જેતલસર જંકશન ગામના યુવાન કાનાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. અને ભળણનું, સગીરાનું તેમજ કાનાનું ડીએનએનું સેમ્પલ સરકારી હોસ્પીટલ મારફત લેવડાવી પળથક્કરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. ત્યારબાદ સગીરવયની હોવા છતાં અંગત લાભ ખાતર સગીરાને તપાસી તેણીને ગર્ભપાતની દવા લખી આપનાર ડો. સુશીલભાઈ ગોવિંદભાઇ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર હરેશભાઇ કેશુભાઈ વિરડીયા વિરડીયા મેડિકલ સ્ટોરવાળાની ધરપકડ કરી હતી.
બીજીબાજુ ભળણનું જે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલેલ હતું તેનો હાલમાં જ રીપોર્ટ આવી જતા તે રીપોર્ટમાં ભળણ સાથે સગીરાનું ડીએનએ મેચ થઈ ગયું જ્યારે કાનાનું ડીએનએ મેચ થયેલ નહિ. જેથી ભળણનો બાયોલોજીકલ પિતા કોણ ? તે જાણવાના હેતુસર પોલીસે સગીરાનું ફરીથી નિવેદન લેતા સગીરા જેની સાથે કેટરસના કામે જતી તે લાદીરોડ પર રહેતો અખ્તર ઓસમાણભાઈ ડબગર તેણીને તેમજ અન્ય એક સગીરાને તેણીઓના માતાપિતાને કેટરસના કામમાં લઇ જાય છે તેવુ જણાવી રાત્રીના સમયે બંનેને દેહ વેપાર માટે જુદાજુદા લોકો પાસે જુદીજુદી જગ્યાએ મોકલતો અને અખ્તર પણ આ બંને સગીરાઓ સાથે શરીર સબંધ બાંધતો હતો. જેથી સગીરાના નિવેદનના આધારે પોલીસે પોકસો તેમજ અન્ય કલમ ઉમેરવાનો કોર્ટમાં રીપોર્ટ કરી તા. ૧૨ મૅ ના રોજ અખ્તરની ધરપકડ કરી હતી. અને તેની પૂછપરછ કરતા પોતે બંને સાથે શરીર સબંધ બાંધતો હોવાનું સ્વીકારી, રાત્રી દરમિયાન ગ્રાહકો પાસે મોકલતો તેમજ અન્ય એક મહિલા કે જે દેહ વેપાર કરાવે છે તેણી પાસે પણ આ બંને સગીરાને મોકલતો હતો. અને જેની પાસે અખ્તર સગીરાઓને દેહ વેપાર માટે મોકલતો તેવા ભાવિક ઉર્ફે ભાવેશભાઇ ભુપતભાઇ મેણીયા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઇ નાગજીભાઇ પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ રહે ત્રણેય જેતપુર, સાગરભાઇ બાબુભાઇ ઝાલા રહે. ઉમરકોટ, શૈલેશભાઇ મેરામણભાઇ લખધીર રહે, સરધારપુર આ પાંચ શખ્સોના પોલીસને નામ આપ્યા હતાં.
અખ્તર સગીરાઓને કોની કોની પાસે દેહ વેપાર માટે મોકલતો તેવી પોલીસની પ્રારંભિક પુછપરછમાં તેણે પાંચ શખ્સોના જ નામ આપેલ. પરંતુ એકથી દોઢ વર્ષ દરમિયાન તો અખ્તરે અસંખ્ય ગ્રાહકો પાસે સગીરાઓને દેહ વેપાર માટે મોકલ્યુ હશે, જેથી પોલીસે વધુ આરોપીઓના નામ કાઢવવા, માટે અખ્તરને જેતપુર કોર્ટમાં દસ દિવસની રીમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે સાત દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં. બીજીબાજુ ભોગ બનનાર સગીરાએ તેણી સાથે અન્ય સગીરા પણ ભોગ બની હોવાનું પોલીસને જણાવેલ અને અખ્તરે પણ બીજી સગીરા સાથે પણ શારીરિક સંબંધ અને દેહ વેપાર કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બીજી સગીરાના માતાપિતાનો સંપર્ક કરી સગીરાના ઉંમરનો પુરાવો માંગેલ જેમાં તેણીના માતાપિતા પાસે ઉંમરના પુરાવા માટે એક માત્ર આધારકાર્ડ જ મળેલ જેમાં સગીરાની ૧૫ વર્ષની ઉંમર બતાવેલ. જેથી તેણીની વાસ્તવિક ઉંમર જાણવા પોલીસે તેણીનો ઓસીફિકેશન ટેસ્ટ કરાવવા રાજકોટ હોસ્પીટલ ખાતે મોકલેલ. જેમાં રીપોર્ટ તેણીની ઉંમર ૧૯ વર્ષની આવી હતી.
આ બનાવ અંગે સીટી પીઆઇ વી.સી. પરમારે જણાવેલ કે, હાલ અખ્તરના રીમાન્ડ પૂર્ણ થઈ ગયેલ છે. અખ્તરે રીમાન્ડ દરમિયાન બીજા કેટલાક શખ્સોના નામ પણ પોલીસને આપ્યા છે અને તે શખ્સોની ધરપકડ કરવાની બાકી છે. આમ, અખ્તરે સગીરા અને યુવતી બંને પાસે એકથી દોઢ વર્ષ સુધી દેહ વેપારનો ધંધો કરાવ્યો તેમાં બંનેને કેટલા ગ્રાહકો પાસે મોકલી હશે ? તે આંકડો તો અખ્તર જાણે અને અખ્તરે રીમાન્ડ દરમિયાન તપાસનીશ અધિકારીને જણાવ્યું હોય તો તપાસનીશ અધિકારી જાણે ? છેલ્લા ઘણા સમયથી આ કેસની ચર્ચા એ શહેરમાં જોર પકડ્યું હોય લોકોના મુખે એક જ ચર્ચાઈ રહ્યું છે કે આમાં મોટા માથા કે લાગવગ વાળા તો નહીં હોય ને ? પરંતુ આ કિસ્સો કેટરસમાં રાત્રી દરમિયાન પણ કામ કરતી યુવતીઓ, સગીરાઓના માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો તો જરૂર છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
