<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

આજે કયાં હળવા વરસાદની શકયતા

ગરમીમાં આંશિક રાહત રહેવાની પણ સંભાવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૮: જે સીસ્‍ટમથી ગુજરાત પર થોડા દિ' પહેલા ખતરો તોળાતો હતો તે સીસ્‍ટમ્‍સ ડીપ્રેશન સ્‍વરૂપે મહારાષ્‍ટ્ર બાજુ સરકી જતા ત્‍યાં તેણે ભારે વરસાદ વરસાવ્‍યો હતો. હવે તે સીસ્‍ટમ્‍સ નબળી પડી ને હાલ સાયકલોનીક સકર્યુલેશન સ્‍વરૂપે હોઇ, અતિ ભારે વરસાદમાં ત્‍યાં પણ ઘટાડો થઇ રહયો છે.

મહારાષ્‍ટ્રથી કેરળ સુધી પヘમિી ઘાટ અર્થાત તટીય વિસ્‍તારના શહેરોમાં ભારે વરસાદની સંભાવના ચોમાસુ આબોહવાને કારણે રહેવાની છે. ગુજરાતમાં આજે હળવા વરસાદની કયાં સંભાવના છે?  તે અંગે સ્‍કાયમેટના વી.પી.મહેશ પલાવત જણાવે છે કે આજે પુર્વ દક્ષિણ ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા વગેરે વિસ્‍તારોમાં તેમજ સૌરાષ્‍ટ્રના પોરબંદર, જુનાગઢ, ભાવનગર, સોમનાથ, અમરેલી વગેરે વિસ્‍તારોમાં હળવા વરસાદની સંભાવના રહે છે. જો કે મહેશ પલાવત આજે મોરબી-રાજકોટમાં વરસાદની શકયતા નહીવત હોવાનું જણાવે છે

(11:42 AM IST)