તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
નહાતી વખતે હાર્ટએટેક આવી જતા કચ્છમાં ૩૨ વર્ષીય યુવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છના ગાંધીધામના હૃદયરોગના હુમલાએ ૩૨ વર્ષીય યુવાનનો જીવ લેતા શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ હરિયાણાના અને હાલ ગાંધીધામના ચુડવા ગામે રહેતા ૩૨ વર્ષીય મોહિત રોશનલાલ કૌશિક નામના યુવાનનું બાથરૂમમાં નહાતી વેળાએ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
