News of Wednesday, 28th May 2025
જૂનાગઢના પૂર્વ નગરસેવકને વીજ ચોરી સબબ ૧.૫૦ લાખનો દંડ
જુગાર દરોડા વખતે ઘરનું વીજ જોડાણ ગેરકાયદે મળ્યું હતું, વીજ તંત્રની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: જૂનાગઢના પૂર્વ નગર સેવક ઈબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને વીજ ચોરી સબબ વીજ તંત્રએ રૂપિયા ૧.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
શહેરના સુખનાથ ચોક વિસ્તાર પીશોરીવાડા શેરી નંબર ૦૩માં રહેતા પૂર્વ નગર સેવક ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર અ. રજાક કુરેશીના ધારાગઢ દરવાજા ખાડીયામાં આવેલ મકાનમાં ગઈ તા.૭ મે ના રોજ એ ડિવિઝનના પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે જુગાર રેઇડ પાડી હતી અને ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર સહિત ૯ શખ્સને જુગાર રમતા પકડી લઈ રૂપિયા ૨.૮૨ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ કાર્યવાહી દરમિયાન ઈબ્રાહીમ ઉર્ફે ગેમ્બલરના મકાનમાં ગેરકાયદે વીજ જોડાણ પણ મળી આવતા પીજીવીસીએલને રિપોર્ટ કર્યો હતો.
આ રિપોર્ટ આધારે તપાસના અંતે પીજીવીસીએલ દ્વારા ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર વિરુદ્ધ વીજ ચોરીનો કેસ કરી રૂપિયા ૧.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો હતો
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
