તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
પ્રાકૃતિક કોલેજ માટે રાજ્યપાલ સમક્ષ આભાર વ્યક્ત કરતા અમરેલીના જનપ્રતિનિધિઓ

અમરેલીઃ તાજેતરમાં પ્રાકળતિક યુનિવર્સિટી સંલગ્ન અમરેલી ખાતે નવી પ્રાકળતિક કોલેજ મંજૂર થતા રાજ્ય રાજ્યના રાજ્યપાલશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે . વી. કાકડિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તથા મોટા ભંડારીયાના અગ્રણી જયસુખભાઈ કસવાળા તથા ભરતભાઈ કસવાલા વગેરેએ રાજ્યપાલશ્રીની મુલાકાત લઇ, અમરેલીને પ્રાકળતિક કોલેજ ફાળવવા બદલ આભારની લાગણી પ્રગટ કરી હતી. આ તબક્કે યુનિવર્સિટીના વી.સી. ટીંબડીયા પણ ઉપસ્થિત રહેલ.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
