<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વંથલી પંથકમાં વાડીએ ચાલતી ક્લબમાં જુગાર રમતા જૂનાગઢનાં શખ્સ સહિત 7ની અટક

55 વર્ષીય ખેડૂત હરેશ દાનાભાઈ વિરડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાંથી પોલીસે રોકડ, મોબાઈલ સહિત 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોષી દ્વારા) : જુનાગઢ તા. 28 : વંથલી પંથકમાં વાડીએ ચાલતી ક્લબમાં જુગાર રમતા જૂનાગઢનાં શખ્સ સહિત 7ની અટક કરી પોલીસે રોકડ, મોબાઈલ સહિત 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામનો 55 વર્ષીય ખેડૂત હરેશ દાનાભાઈ વિરડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા વંથલી પોલીસે દરોડો પાડ્યો હતો. 

પોલીસે કાર્યવાહીમાં જુગાર ધામનો સંચાલક હરેશ દાના તેમજ જૂનાગઢમાં ચોબારી ફાટક પાસે મોતી પેલેસ સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતો 56 વર્ષીય જેન્તી ધીરજલાલ મકવાણા, વંથલીના કણજાનો 28 વર્ષીય લખમણ ગોપાલભાઈ વાઘેલા, 46 વર્ષીય દિલીપ નરસીભાઇ ભીમાણી, વંથલી મેમણ કોલોનીનો 35 વર્ષીય સાજીદ ગફારભાઈ બકાલી, વંથલીના ખુંભડી ગામનો 49 ગફાર તૈયબભાઈ સીડા, કણઝડીનો 34 વર્ષીય મયુર નગાભાઈ મૈતરને રૂપિયા 34,650ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. 

પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત 7 મોબાઈલ ફોન, 4 બાઈક સહિત કુલ રૂપિયા 1,50,150નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:52 AM IST)